RJ DHVANIT'S Bio :
Full Name : Dhvanit Thaker
Dhvanit Birthdate : As per your idea.. :)
Dhvanit currently reading : My kind of girl by Budhdhadeva Bhattacharya
Current fav song : Pari from Majja ni life
Quote for the day : Remember, even this will pass away!
Zodiac sign : Aries
Personality type : Boy who knows your next door!
RJ-ing style : Witty, Spontaneous, Sensitive, freaky.
Fashion : i never comb my hair.
Passions : flute
Sports : Gully Danda played in Cricket style in a Football stadium!!
Books : Long Long Long Notebooks which have my scripts!!
Fav food : Karnavati ni dabeli, Vijay Char Rasta's Vada Pao, Shambhu's cold coffee, Naagar ni cholafali,
Maasi ni Paani Puri, Manekchowk ni faraali sandwich, Laxmi Rath na gaanthiya
Fav actor : Laloo Prasad Yadav
Fav songs : Songs from my album - Pari, Fultoo Masti, Pappa Dude Che, Amdavad I love you...........apart from them Dhoom Pichuk Dhoom, Maaeri, Mere Dil Vich Hai Humtum, O Paalanhare Lagaan.
Movies : right from 'mughal-e-azam' to 'anand' to 'chupke chupke' to 'sholey' to 'lage raho' to 'the green mile' to 'forest gump' to 'the legend of bagger vance'...even i can sit through a 'mithun movie' araam se! imagine!! it takes a lot to be a mithun fan.
Fav movie moments : Cant disclose what movie clips i have stored in my cellphone. They have many fav moments!
I love :Bathroom singing and bathroom dancing
I hate : War
More About Dhvanit :
અઢી વરસનો ટેણીયો કે જે હજી સ્થિર ચાલતા પણ નહોતો શીખ્યો તે રેડિયોની સાથે

RJ Dhvanit
ગણગણતો અને તે પણ કોઇને પણ સાંભળવુ ગમે તેવી મધુર રીતે! કિશોરાવસ્થામાં એણે વાદ્ય અને શાસ્ત્રીય સંગીતની સાથે સાથે બોલિવુડની ધૂનોને માણવાની શરૂ કરી. દિવસો વીતતા તેની આ આદત ઘેલછા મટીને નવાંજૂનાં ગીતોના સંદર્ભો અને ખૂબીઓનો અભ્યાસ બની ગયા.
સંગીત એ એની સમગ્ર ચેતનાનો જ એક ભાગ છે. કોઈ પણ સ્વર-રચનાને એ જાણે શિલ્પ ની જેમ પ્રત્યક્ષ જુએ છે! એટલું જ નહીં રચના સાંભળ્યા પછી તેના વિવિધ પાસાઓનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરી શકે છે. એમાં કહેવાયેલી વાત એ હૃદયથી ઝીલે છે અને એનો આસ્વાદ કરે તથા કરાવે છે. કોઈ ધૂનની મૂળ 'પ્રેરણા' નું પગેરું, ભલેને પછી તે પરદેશ સુધી પહોંચતું હોય, પણ તેને ખંતપૂર્વક શોધવું એ તેની એક અળવિતરી ખાસિયત છે.
સંગીત માટેનાં તેના આ અનુરાગે જ તેને આજની અને આવનારી પેઢીને ગમીજાય તેવા ગુજરાતીપણાની મહેક ધરાવતા આલ્બમનું સર્જન કરવાની પ્રેરણા આપી. પરાણે ગમી જાય તેવા આઠ ગીતોના આલ્બમમાં એણે જીંદગી ના જુદાંજુદાં મિજાજને આવરી લીધા છે.
ધ્વનિત - સહુનો લાડકો અને પ્રખ્યાત એફ.એમ. ચેનલનો બહુશ્રુત રેડિયો જોકી જે પોતે એક કટાર લેખક હોવા ઉપરાંત એક ફિલ્મ વિવેચક, કુશળ સંચાલક અને તીક્ષ્ણ હાસ્ય વૃત્તિ ધરાવતો વક્તા પણ છે. પોતાની અનુભૂતિને ક્યારેક અભિનય દ્વારા તો ક્યારેક કવિતામાં ઢાળતો ધ્વનિત આજની આ પળથી ગાયકીની કેડી નો મુસાફર બને છે.
